Saturday, 29 July 2017

ગઝલ

જખમો છુપાવી હસવું પડે છે
ગમતું નથી છતાં નમવું પડે છે

પ્રેમમાં મારા કશી ઉણપ નથી
વિરહના ભયથી ડરવું પડે છે

સંબંધો સાચવતા જાત ભૂલી ગયો
હવે સ્વને સાચવવું અઘરૂં પડે છે

સાથ જેનો ગમતો દૂર થતા ગયા
એકલતા નભાવી જીવવું પડે છે

સંધ્યાએ સહારો પ્રભુ સ્મરણનો
પરમ તરફ જીવને વળવું પડે છે

દિલીપ શાહ

No comments:

Post a Comment