Saturday, 29 July 2017

ગઝલ

અદબ તોડી
---------------     0 ભરત ભટ્ટ

ચમકતા વીજ તિખારાએ અદબ તોડી,
વરસતી  મેઘધારાએ  અદબ  તોડી.

સમંદરમાં  ઉછળતા  લોઢ  આકાશે,
ઘટા  ઘેઘૂર  ઈશારાએ  અદબ તોડી.

નદીનું રુપ બંબાકાર સ્થળમાં જળ,
બધે  બન્ને  કિનારાએ  અદબ  તોડી.

પહાડો પર આ નભ ટકરાય છે જાણે,
સુસવતા હિમ-શિકારાએ અદબ તોડી.

ઘરો,રસ્તા,દુકાનો જળથી છલકાયા,
સહારો ક્યાં સહારાએ અદબ તોડી.

---------------------------------------
* અતિવૃષ્ટિ જોઈને

No comments:

Post a Comment