Saturday, 29 July 2017

ગઝલ

નીરખવાનો સમય ક્યાં છે ? હરખવાનો સમય ક્યાં છે ?
ભલે વાદળ પડે વરસી પલળવાનો સમય ક્યાં છે ?

જરુરત હૂંફની ના રહી તમારી આ હ્રદયને પણ;
બરફ માફક ઠરું છું હું  પીગળવાનો સમય ક્યાં છે ?

બધા છળતા રહે ને હું થઈ ભોળો છળાતો રહું;
બધાના દિલમાં ઉતરી પરખવાનો સમય ક્યાં છે ?

ભલે હાંફો ભલે થાકો નિરંતર ચાલવું પડશે;
સમયને પણ અહીંયા તો અટકવાનો સમય ક્યાં છે ?

તું નાણાંની કમાણીમાં થયો છે વ્યસ્ત એ રીતે;
હવે 'સર્જક' તને ખુદને ય મળવાનો સમય ક્યાં છે ?
-સર્જક
_________________________
  મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ

No comments:

Post a Comment