તા: ૦૨-૦૬-૨૦૦૧
આભમાં ને ચાંદમાં જોતો રહ્યો,
હું તને બસ જાતમાં જોતો રહ્યો.
રોજ તું છલકાય છે પાંપણ ઉપર,
હું સમંદર સાતમાં જોતો રહ્યો.
રોજ ભટકે છે હદયમાં એમ તો!
હું તને જો લાખમાં જોતો રહ્યો!
માપણી ક્યાં હોય છે તો પણ સદા,
પ્રેમ તારો માપમાં જોતો રહ્યો.
ના સમજનો આ બધો આભાર છે,
કે બધાને સાચમાં જોતો રહ્યો.
હું ઉઘાડી પ્યાસ લઇ જ્યાં જ્યાં ગયો,
ઝાંઝવાને સાથમાં જોતો રહ્યો.
હોય જાણે એક એ ઉપચાર બસ,
હું દવાને જામમાં જોતો રહ્યો.
ફૂલ જેવા માણસોને હું સદા,
બસ રઝળતી લાશમાં જોતો રહ્યો.
દેખ "જયલા" છે પ્રણયની આ અસર,
દૂર છે એ, પાસમાં જોતો રહ્યો.
@ જયલા
No comments:
Post a Comment