Friday, 14 July 2017

ગઝલ

હું જ વાંસળી ને હું જ સુર છું
અંદરથી ફુંકે છે જે એ ફુંક છે તું

હું જ મોત ને હું જ જિંદગી છું
ઈચ્છા જીવવાની થાય એ હુંફ છે તું

તું જ દર્દ છે ને દવા પણ તું
મળે સુખચેન જેનાથી એ સુખ છે તું

તું જ આશા ને નિરાશા પણ તું
પામીને ધન્ય થઈ જાવ એ રૂપ છે તું

કહે"સતીષ"તું જ દેવ ને દાનવ પણ તું
આપ મોક્ષ સંસાર ને એ સ્વરૂપ છે તું

                    - સતીષ સખીયા

No comments:

Post a Comment