જીંદગીને ખૂબ જ હસીને બોલાવી મેં,
અફસોસ બાજુ બીજી કદી ન વિચારી મેં.
ક્યાંક તૂટતી ને ક્યાંક છૂટથી રહી સદા,
છતાંય સદા હાથ જોડી આવકારી મેં.
જોઈ લેવી જોઈએ સીમાઓ એની,
મન મનાવી પણ હર ધડી પોકારી મેં.
પા-પા પગલી ભરતી ઠોકરો વધી;
ગૂંચવણો કંઈક સહજ સ્વીકારી મેં.
એક સવાલ પૂછી બેઠી 'ઝાકળ' ખુદને,
કાં પાયલ પે'રી ખોટી ઝંકારી મેં.
- ઝાકળ
No comments:
Post a Comment