અરજી ગણપતિ દાદાને
રુડો અવસર આવ્યો છે આજ આંગણે રે (2)
પધારો ગણપતિ દાદા મુજ આંગણે રે
તાત માત શિવ પારવતીની સાથે રે
રિદ્ધિ સિદ્ધિ સંગાથે આવોને ....રુડો અવસર. ...
કાને કુંડળ હાથે કંકણ સોહાય રે
ભાલે તિલક ગળે માળા ધારી રે ....રુડો અવસર. ....
શુભ લાભ ને સાથે લઈને રે
સુખકતૉ દુ:ખહતૉ આવો મુજ દ્વારે રે .... રુડો અવસર .....
ઉર પ્રેમે ધરુ મોદક થાળ રે
સાથે પાન સોપારી મુખવાસ રે ..... રુડો અવસર ....
તૃપ્ત થઈ આશિષ દેજો રે
લળી લળી લાગુ પાય દાદા
અરજી સ્વીકારી દર્શન દેવા પધારો રે. ....
રુડો અવસર આવ્યો .....
બીના શાહ.
Monday, 5 June 2017
થાળ
Labels:
બીના શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment