Tuesday, 6 June 2017

ગઝલ

બસ , સમય સાથે બધું ભૂલાય છે,
પણ, સ્મરણ કોઈ સદા સચવાય છે !

ગીત જાણે જિંદગી ખુદ ગાય છે,
યાદમાં મન એ રીતે ભીંજાય છે !

ના કશું કારણ તો છે એનું  છતાં ,
કોઈ વાતે આજે મન ગભરાય છે !

જિંદગીમાં ચાલે છે એવું  સદા,
કોઈ આવે છે ને કોઈ જાય છે !

હું ઈશારો ક્યારનો કરતો રહું ,
ના તને એ સહેજ પણ સમજાય છે !

બીજું કોઈ તો વસી ક્યાંથી શકે ?
કોઈ મનમાં ઘર કરી જો જાય છે !

એવું ને એવું બધું છે યાદ જો !
ક્યાં કશું વર્ષો છતાં બદલાય છે !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment