Tuesday, 6 June 2017

ગઝલ

*પલ | હૃદયનો સીધો અનુવાદ*

પત્ર મારો ગેરવલ્લે જાય છે, સમજાય છે ?
વાત આખા ગામમાં ચર્ચાય છે, સમજાય છે ?

તું લખે તો શ્રીહરી ને હું લખું તો હો ગઝલ,
શબ્દ પણ બંનેની ચાડી ખાય છે, સમજાય છે ?

કોણ તારો હાથ ઝાલીને બધું સમજાવશે ?
પ્રશ્ન આખા ગામમાં પડઘાય છે, સમજાય છે ?

શ્વાસ જેવું પાતળું થાતાં મને ક્યાં આવડે ?
છેક ભીતર આવવું અટકાય છે, સમજાય છે ?

દૃશ્ય આખું ધૂંધળું થઈ જાય તો ચિંતા નથી,
સૂર્ય જેવો સૂર્ય પણ ભીંજાય છે, સમજાય છે ?

ચિંતન મહેતા *આલાપ*

No comments:

Post a Comment