જિંદગી
યાદ ના સહારે નિસારી છે જિંદગી
ન પુછો મે કેમ ગુજારી છે જિંદગી
માલુમ પડે રસ્તો તો કહેજો મને કાનમાં
છે પોતાના જ છંતાય બિચારી છે જિંદગી
આપે સાથ પવન તને ગગન ચુમવા
ન ફાવે એવી આ સવારી છે જિંદગી
છે હ્રદયસ્પર્શી લોકો પણ પારકા થૈ બેઠા છે
આતે કેવી કઠોર અને કરારી છે જિંદગી
રહી ગઈ યાદમા અને બસ તારા વાદમા
લાગે તને એ મારી લવારી છે જિંદગી
વાત નીકળી પ્રેમની ને હૈયુ હરખાય ગયુ "મેહુલ"
દુનિયામાં શાનથી જીવવાની ખુમારી છે જિંદગી
"મેહુલ આર.બારોટ".
No comments:
Post a Comment