તું અહીં છે એથી અજવાળું જ છે
બાકી ચારેકોર અંધારું જ છે
આપણી કોઈ માન્યતા ટકતી નથી
આપણું આ માનવું સાચું જ છે
વિશ્વ આખું ચાવીઓ શોધ્યા કરે
તારે મોઢે માત્ર તો તાળું જ છે
અડધું અડધું આપણું આખું બન્યું
આપણાં બેઉનું સહિયારું જ છે
તું ગઝલથી सोंसरो નીકળી જશે
સોયથી ઝીણું જરા નાકું જ છે !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment