આ સિતારાએ ગગનને આંબવાની વાર છે,
બસ બધી તકલીફ ભોં માં દાટવાની વાર છે.
એક દરિયો એકલો બસ ઘૂઘવ્યા કરતો હતો,
એના તટ પર વ્હાણ કોઇ આવવાની વાર છે.
આજ આકાશે થતાં'તા વિજનાં ચમકાર પણ,
મેઘ વરસે આશ એવી જાગવાની વાર છે.
એમનાં દિલમાં વસી જાવું હતું મારે છતાં,
મન મહીંનો એક અહમ ઓગાળવાની વાર છે.
વાત છે આ સાવ સીધી જો સમજ તુજને પડે,
બંધ આંખે દશ દિશાઓ તાગવાની વાર છે.
ડૉ. અયના ત્રિવેદી
અયુ
23/5/2017
No comments:
Post a Comment