ઓરડામાં જો ભરી છે શુન્યતા,
આંખમાં લાગે હજી છે શુન્યતા.
ખોલ બારી કે હવા પણ શ્વાસ લે,
પાછલી શેરી વસી છે શુન્યતા.
ખ્યાલ આવ્યો દુર્દશા જોઈ મને,
આ દિલે પાછી ફરી છે શુન્યતા.
રોજ બોલાવું ને મન બોલે નહીં,
આ અરીસામાં ખરી છે શુન્યતા!
એ ગમે છે એટલે 'આભાસ'ને,
આ કબરમાં મે લખી છે શુન્યતા.
ભરત દરજી
No comments:
Post a Comment