Wednesday, 4 January 2017

ગઝલ

ભોળા દિલની ભોળી વાતો
મૌન ઘણું ને થોડી વાતો.

સંન્યાસીને માત કરે છે
સંસારીની ગેબી વાતો.

લાખ છુપાવો દિલમાં તો પણ
મેં પણ છે કંઈ ખોળી વાતો.

દિવાળીના દિપ છે શબ્દો
રંગબિરંગી હોળી વાતો.

સંબંધોનું નાશ કરે છે
માણસની કંઇ અવળી વાતો.

કરતૂત બધા કાળા કાળા
ને, જો, ધોળી ધોળી વાતો.

કોણ "જયેશ" સત્યો જાણે કે
કોણે કેવી ઢોળી વાતો.

જયેશ પ્રજાપતિ

No comments:

Post a Comment