***
થોડાંક ઘરચિત્રો
-પ્રકાશ પરમાર
ચકલી મારા ફોટા માથે ઘર બનાવે ;
પારેવાની જોડ પ્રેમ કરવા લલચાવે..!!
દીકરો સ્કુલથી છૂટી જયારે ઘરમાં આવે ;
'લેસન' નામનું વાવાઝોડું લઈને આવે ..!!
'આવી ગયો ભાઈ' કહીને 'બા' બોલાવે ;
ભરઉનાળે જાણે મમતાળુ માવઠું આવે ..!!
દીકરાની મા બારણું ખોલી મોં મલકાવે ;
થાક બધોયે ભાગે જીવવા જેવું લાગે ...!!
રમતિયાળ સાંજ પવનને સાથે લાવે ;
રાતરાણીની મ્હેક બારીમાંથી આવે...!!
(સુરત)
No comments:
Post a Comment