એમ ભગવાનને સૌ માપવા બેઠા,
એકસો આઠ મણકા જાપવા બેઠા.
છે વિષય ‘સેવ પેપર,સેવ ટ્રી’નો ને,
આપ એનું ય પુસ્તક છાપવા બેઠા !
પત્ર ઠંડી ચડે એવો લખેલો મેં ?
કે જલાવી તમે એ તાપવા બેઠા!
આંખનાં એ ખુણામાં કોણ છે? પુછયું
ગોઠવી“કોણ”માપક માપવા બેઠા?
“જે નમે તે ગમે સૌ ને” કહો છો તો,
જો નમી ડાળતો કાં કાપવા બેઠાં ?
છે સહારો હજી જે આપવા સક્ષમ,
એ ફરીથી દિલાસો આપવા બેઠા.
-માધવ આસ્તિક
No comments:
Post a Comment