ગાલગા ગાલગા ગાગાલગા ગાગા ,
મેં તને ઓઢી ચાદર સમજીને વાલી ,
યાદ નામે જ માદર સમજીને વાલી .
હૂંફમય છે જીવન ભવ-ભવના બંધન લઈ ,
આમ એ પ્યાર આદર સમજીને વાલી .
કયાં ખબર એ હતી સંજોગ પર મલશું ?
પાર કર્યા સાત સમન્દર સમજીને વાલી .
જયાં વિતાવ્યા દિવસ શૈશવ તણા કાલે ,
એજ ઉપહાર પાદર સમજીને વાલી
સામટાં શું સ્મરણ દેખાય માનસપટ ,
એજ અજવાસ અંદર સમજીને વાલી.
નીતા પટેલ
No comments:
Post a Comment