એમની આજની નાક્કીકારેલી બહરમાં ગઝલ
ઈંટ કંકર મળે તો ઘર કહેવાશે,
સ્નેહ એમાં ભળે, મંદિર કહેવાશે.
ઝેર કડવું સતત પીધા કરે લોકો,
જીવતા માનવી શંકર કહેવાશે.
જીવતા જીવ લોકો છો કરે નિંદા,
શ્વાસ છોડે પછી ઈશ્વર કહેવાશે.
આંસુડા પાડવા પોષાય નાં સ્હેજે,
સ્હેજ ચુકયો સમય, કાયર કહેવાશે.
મોત આવ્યે રડો શાને તમે લોકો,
આજ તો આંગણે અવસર કહેવાશે.
....પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment