ઊંઘ વેરણ, સપનાં વેરણ,જીવન વેરણ,
કેવા કેવા અલગારી દિવસો છે મારા!
***
પડતું મેલો,ને થઈ જાઓ જય ગિરનારી,
કમસેકમ તો સારા જાશે દિવસો મારા.
***
કોઈ અગોચર દુનિયા મારી તરફેણ કરે છે,
નહિ તો ચાલ્યા જાત ક્યારના શ્વાસો મારા!
***
સાંજ ઢળેને કોઈ અચાનક આવી મળતું,
એમ થતા સફળ સદા ઉપવાસો મારા.
***
અડધી રાતે કોઈ મને પણ યાદ કરે છે,
હુંય ફ્રરૂ ને ફરતા છે નિવાસો મારા!
***
ઊંઘ નથી આવી તો તું પણ આવે છે ક્યાં?
રોજ ભરે છે આંખો કેમ નિશ્વાસો મારા!
***
કોઈ અમારી ઈચ્છાને પણ કાબુ રાખો,
એય હઠીલી છે ને છે,ઉચ્છવાસો મારા.
***
અધરાતે મધરાતે જીવન જોલા ખાતું,
કઈ કેટલા એમ ગયા છે વરસો મારા!
અતીત
Thursday, 8 June 2017
ગઝલ
Labels:
વિનુ બામણિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment