Thursday, 8 June 2017

ગઝલ

જાત મોટી હોય કે ના હોય પણ
દિલ સદા તારું ગજાનુ જોઈએ.
હોય લીંપેલુ હમેશા ચાલશે
ઘર મહીં માણસ મજાનું જોઈએ
થાક ખાવા જિંદગી છે એટલે
મોત નામે કોઇ બ્હાનુ જોઈએ.
સળ બધા સરખા કરે  એવું સદા
દાબ મુકવા અલગ ખાનુ જોઈએ .
જિંદગી ને ખાસ લાગી આવશે
એટલે  આ ઘર કજાનુ જોઈએ.
મોત સામે બાજવાનુ હોય પણ.
પ્રેમથી ફરમૉ રજાનુ જોઈએ. 
ડૉ.સત્યમ બારોટ

No comments:

Post a Comment