Thursday, 8 June 2017

ગઝલ

સંસારીમાં   સિધ્ધો  જોયા,
સંન્યાસી અવઢવમાં જોયા.

ભવના સગપણ ક્ષણમાં પૂરા,
ક્ષણના સગપણ ભવભવ જોયા.

માત વગરના બાળક જેવા,
માણસ કાયમ રડતા જોયા.

મુખમે રામ બગલ મે છૂરી,
પાપ બધાના મનમાં જોયા.

પૂણ્ય અને પાપ વચ્ચે કાયમ,
ગંગાજળ મેં મેલા જોયા.

હો લીલાછમ શ્હેર ભલે આ,
બાગ અમે બસ રણમાં જોયા.

દૂર રહી પોકારે " જયલા "
જીવન મૃત્યું સાથે જોયા.

@@@ જયલા

No comments:

Post a Comment