Tuesday, 29 August 2017

ગઝલ

***   ગઝલ   ***

સાંજ હોય કે સવાર વંદના
આપ આપ છો અપાર વંદના

આંખમાં રહો કે આંખ થી હટો
મન કરે મિલન શૃંગાર વંદના 

મોલ ક્યાં રહ્યો મનુષ્ય નો જરા
રોજ રોજ ધન વધાર વંદના

પત્ની છે પુત્રી છે બહેન-માત છે
પૂર્ણ કર પ્રથમ આ ચાર વંદના

ઓળખે નહી ને જોય પણ નહી
આજ થઈ ગઈ છે સ્ટાર વંદના

કામ ભાવ થી કર્યા કરે સતત
કોણ છે કરે નકાર વંદના

કાસિમ શેખ "સાહિલ"

No comments:

Post a Comment