અંધકારે દીપ જેવી જાણ આપો ,
ભવ દરીયો પાર કરવા વ્હાણ આપો ,
ખોબલે ને ધોબલે વરસો હવે "કા"
પૂર ના જેવું તમે ધોવાણ આપો?
જો સહન કરવા જ બેઠો છું અહીંયાં
હું લડું છું આંખથી રમખાણ આપો ,
માગણી ક્યાં કાયમી વસવાટની છે ?
ઉરમાં થોડુંક તો રોકાણ આપો ,
છેદવી છે માછલી ની આંખ મારે
હોય તો ગાંડીવ જેવું બાણ આપો ,
_ભુપેન (જીગર)
No comments:
Post a Comment