Friday, 14 July 2017

ગઝલ

હવે આવ તું........

આમ મુજ  પર  ન કહેર  વરતાવ  તું,
એકાદ ઠંડી લહેર બની હવે આવ  તું,

સંવેદનાઓ  થઈ પડી સાવ  કોરીકટ
લથબથ લાગણીમાં હવે ભીંજાવ  તું,

તૃષા  મૃગજળ સમ બની તરસાવતી
વરસાદી  વ્હાલપ  હવે  વરસાવ  તું,

વિખરાઇ  પડ્યા છે અસ્ત-વ્યસ્ત જે
મુજ  સ્વપ્ન બધા  આવી સજાવ તું

દરબદર ફરે  મુકામ પામવાને  'મનન'
હેત ભર્યા હૈયામાં મુજને  વસાવ તું,

                                 - મનન
                           (મનુ.વી.ઠાકોર)
                           04-07-2017

No comments:

Post a Comment