મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
પ્રેમનો દવ દિલમાં હોય તોય શાંત રહે,
શોલેની ભળભળ આગમાં જિંદગી ગુજરી જશે.
મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
અંતરાત્મામાં પ્રેમોલ્લાસનું ત્રાંડવ આવ્યું છે,
ડોલીના લાલન પાલનમાં જિંદગી ગુજરી જશે.
મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
ઇશ્કની મહામૂલી મૂડીનું રોકાણ કરી દીધું,
પુલકિત ઝંખનાના ઉન્માદમાં જિંદગી ગુજરી જશે.
મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
નિર્વિચાર બની સ્તુત્ય લાગણી જતાવો છો,
અખૂટ હમદર્દી જતાવતા જિંદગી ગુજરી જશે.
મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
રણટંકાર કરી મેદાને પડનારને જીત મળે છે,
"અઝીઝ"ના અભરખામાં જિંદગી ગુજરી જશે.
મારુ તારું કરવામાં જિંદગી ગુજરી જશે,
પાપ પુણ્યના હિસાબમાં જિંદગી ગુજરી જશે.
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment