એકાંત..........!
કે જ્યાં હું
ખુદને મળું છું રોજ,
કેટલો આનંદ થાય છે
પોતાને જ મળીને,
જ્યાં વક્તા પણ
હું હોઉં છું
અને શ્રોતા પણ.
જ્યાં દિમાગથી નહીં
માત્ર દિલથી વાતો થતી હોય છે,
મને ગમે છે
આ ભીડભરી દુનિયાના
અનેક ચહેરાઓથી
પર થઈ,
દરરોજ થોડોક સમય
તેની સાથે રહેવું,
એકદમ રહેતું શાંત.......!
મને વ્હાલું એ
મારું એકાંત......!
-મનન
(02-07-2017)
No comments:
Post a Comment