Friday, 14 July 2017

ગઝલ

*ગુરૂ........... *
જીવનમાં  જેને  સાચા  ગુરૂ  મળ્યા
સંશય   સઘળા  પળભરમાં  ટળ્યા,

ભટકેલી  રાહમાં  ભૂલ્યા  જે  ભાન
એવા  કુમાર્ગ  જનાર  પાછા  વળ્યા

વાલિયામાંથી  એ  વાલ્મીકિ    થયા
જ્યારે  ગુરૂ  સપ્તર્ષિ   સાથ    મળ્યા

એકલવ્ય, અર્જુન બાણાશાળી થયા
ગુરૂ   દ્રોણનાં   જેમને   જ્ઞાન  મળ્યા

ગુરૂ   સંગ  જોને સર્વ  અંધાર ખાળ્યા 
સાચા જીવનપથ પર  અમે ઝળહળ્યા
                         - મનન
                     મનુ.વી.ઠાકોર

No comments:

Post a Comment