Friday, 14 July 2017

ગઝલ

સુના પડેલા ખેતરો ચરતા ધરાયને,
ખૂંટે હરાયા ઢોરને રાખે તણાયને.

મનની વધેલી ખેવના મોટા થવા તણી,
તડપે સમયની જાળમાં આવી ફસાયને.

રાખે જરાયે નાકદી શર્મો હયા ભલી,
શાણા બનેલા માનવી જગમાં ઘડાયને.

નોખા તમાશા દાવના રમતા તરી જવા,
નાતા જગતમાં રાખતા સોથી કપાયને.

ઠંડી પડેલી ભાવના ધરતાં હ્રદયલગી,
હીતો જમાવી જાણતા ભીડે ભરાયને.

પળપળ બદલાતા કાળમાં ધાર્યું થતું નહીં,
જીવી જવાનું પામતા લેખે લખાયને.

શ્રમના સહારે જીવતા માસૂમ કસર કરી,
ગામે વસેલા જીવડાં નભતા કસાયને.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment