એક અકારણ એની સાથે લગાવ હોય
ને એજ મંઝિલની કેડી વચ્ચે પડાવ હોય
એ એક બેબુઝ સ્મિત આપી વાંચે છે સદા
મારા શબ્દોમાં જાણે સ્નેહના સવાલ હોય
ને પછી ઉકેલી લઉં છું હુંયે ભેદી મૌન એનું
કે જાણે એ જ મુજ સવાલનો જવાબ હોય
ને ઘાયલ તમન્નાઓની શાખ ઉભરે કુંપળોથી
ખીલેલું ફૂલ પછી મીઠા સ્મિત જેવો કમાલ હોય
હયા અને તબસ્સુમ સુશોભિત વદન ઉપર
મારી મીઠી નજરની ઝંઝાવાતી ધમાલ હોય
ક્યાંથી ને શુકામ ઉઠે ખલીશો ને આ ખયાલ
કાશ હું નિરખું ને તમારી નજરમાં સમાધાન હોય
મારી"પરમ"રાહનાં હમસફર સાંભળી લે
તારી પણ ચાહમાં આવા"પાગલ"જજબાત હોય
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment