*ઈશ્વર ફરિશ્તો મોકલો*
ગઝલ
રોગને બસ મારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો,
જિંદગીને તારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
નામ કોરોના ધર્યું, આ રોગ છે કે કોપ છે?
કોપથી ઊગારવા,ઈશ્વર ફરિશ્તો મોકલો.
તેજ ગતિથી રોગ આજે શત્રુ થઈ વ્યાપી રહ્યો,
શત્રુને સંહારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
જિંદગીનાં યુદ્ધમાં હથિયાર સહુ હેઠા પડ્યા,
યુદ્ધને પડકારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
ના દવા કંઈ કામ આવે માનવી લાચાર છે,
દર્દને ખંખેરવા,ઈશ્વર ફરિશ્તો મોકલો
જીવનો દીપક હવે બૂઝાય છે આડેધડે,
જ્યોતને સંકોરવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
શ્વાસની આ નાવ ડામાડોળ થઈ ગઈ છે હવે,
નાવને શણગારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
'નેહ' અરજી બહુ કરે બસ આપનો આધાર છે,
આયખું કંડારવા, ઈશ્વર ફરિશ્તો મોકલો.
–© વંદના બ્રહ્મભટ્ટ. "નેહ"
4/4/'2૦
No comments:
Post a Comment