Sunday, 5 April 2020

ગઝલ

*અમુકના શબ્દ ખમતીધર ને ધિંગી ધારવાળા છે,*
*અમુક મોટા બન્યા છે એ બધા લોકો રૂપાળા છે.*

*અમુક મીંઢા,અમુક શાણા,અમુક વહેવારવાળા છે;*
*અમુક ચાલાકને જબરા,અમુકના કામ કાળા છે.*

*અલગ તાસીર છે સૌની મુલવવાની છતાં સાચું,*
*નથી બોલી શકાતું મોઢે મણના ચાર તાળા છે.*

*કલાપીની પ્રણય ગાથા,મરીઝની આખરી મૂડી*
*કવિતા જાણે આજે હરતી-ફરતી પાઠશાળા છે.*

*તમે વાવો ભલે ગુમનામ અક્ષર પ્રેમના એમાં,*
*નહીં ઊગે ગઝલ એમાં જે ખેતર ખારવાળા છે.*

*- ગુમનામ વઢિયારી*

No comments:

Post a Comment