Saturday, 4 April 2020

ગઝલ

ગઝલ

યાદ રૂપે આંખમાં ફરકે ગઝલ,
પ્રેમની તું લખ હવે હટકે ગઝલ.

કાગળે ખળખળ વહાવી દે તરત,
હાથથી પળવારમાં છટકે ગઝલ !

કો ' મિજાજી શેરને સાથે લઈ,
જિંદગી નામે જુઓ સરકે ગઝલ !

જીવવું  ધબકયા કરે જો શ્વાસમાં,
તો ખુશીના હોઠ પર મલકે ગઝલ.

જામ પણ પીવો પડે એકાંતનો,
એમ કૈં ના પાંપણે છલકે ગઝલ !

જિજ્ઞા ત્રિવેદી     ૦૪/૦૪/૨૦૨૦

No comments:

Post a Comment