Friday, 3 April 2020

ગઝલ

ગઝલ :: સાચવ્યો છે
------------------------
કામ ના આવી દવા, સૌની દુવાએ સાચવ્યો છે,
કોઈ  કારણથી  મને મારા ખુદાએ સાચવ્યો છે!

હું  જુગારી  છું  અને મેં હારવાનું પ્રણ લીધું છે,
જીતવાની જીદ છોડી તો બધાએ સાચવ્યો છે.

સાથ  છોડી, બેવફાઈની  બધીએ  હદ  વટાવી,
પણ મને એકાંતમાં તારા જ 'ઘા'એ સાચવ્યો છે.

શાખ  મારી  ધૂળમાં  રગદોળવાનું  છો  વિચારે,
પણ, મને છોડી ગઈ એ બેવફાએ સાચવ્યો છે.

આશમાં ને શ્વાસમાં બસ તું જ,ને વિશ્વાસમાં પણ,
જિંદગીની હર સ્થિતિમાં આ મુદ્દાએ સાચવ્યો છે.

માનવી  પર  કાળનું  ચક્કર  ફર્યાં  કરતું   સદાયે,
પણ મને તો હર ક્ષણોમાં સ્થિરતાએ સાચવ્યો છે.

સુખમાં સૌ સંગાથ, દુ:ખમાં કોઈ બેલી ના થયું,ને
પીડના સમયે મને બસ મારી 'મા' એ સાચવ્યો છે.

એટલે  'મા' ભોમની એ પ્રાર્થના પર છે ભરોસો,
વિશ્વના કલ્યાણની  સૌ ભાવનાએ સાચવ્યો છે.

✍️ઈશ્વર ચૌધરી 'ઉડાન'

No comments:

Post a Comment