નામ મારું!
નામ મારું લિસ્ટમાં પહેલું હતું:
એમ કહેવાનું જરા વહેલું હતું!
આજ આંખો કોરીકટ રેતીનું રણ
કાલ જ્યાંથી ખૂબ જળ વહેલું હતું!
આંખ મીંચતામાં જ ઘર ખાલી કર્યું!
કોઈ બળજબરીથી ત્યાં રહેલું હતું!
નેતિ નેતિ છો બધાં કહેતાં ફરે
છે બધામાં, તેં જ તો કહેલું હતું!
યાદ ના કરવું જ શું ભૂલવું હશે?
ભૂલવું એનેય ક્યાં સહેલું હતું!
હરિહર શુક્લ 'હરિ'
૨૫-૦૯-૧૬ / ૦૨-૦૪-૨૦
No comments:
Post a Comment