Friday, 3 April 2020

ગઝલ

'રાહબર છે ચૂપ' (ગઝલ)

અખબાર સૌ છે ચૂપ અને સઘળી ખબર છે ચૂપ!
જાણે કે હોય કરફ્યુ, એ રીતે નગર છે ચૂપ!

જે વાત કરવા માંગે હ્રદય, સમજે ક્યાંથી તું?
ના બોલે મારા હોઠ ને મારી નજર છે ચૂપ!

મારા જવાથી આવું થશે, ખ્યાલ ક્યાં હતો?
સૂનકાર એવો વ્યાપી ગયો, આખું ઘર છે ચૂપ!

છે સામ્ય તારા ને કોઈના આ અવાજમાં!
બોલે છે કોણ આજે, કહે, તું અગર છે ચૂપ!

કાયમ ઈશારે કોઈના, એ ચાલતો રહ્યો!
એ માર્ગ શોધે કઈ રીતે? સૌ રાહબર છે ચૂપ!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment