Friday, 3 April 2020

ગઝલ

ગઝલ / આંસુઓથી ધોઉં છું.

બુંદ માટે જેમ ચાતક ને તરસતા જોઉં છું;
યાદ તારી આવતાં હું છાનો છપનો રોઉં છું.

વાટ તારી જોઈને આ આંખડી થાકી હવે;
આજ નહિં તો કાલ મળશું એ વિચારે હોઉં છું.

આ વિરહનું દર્દ ખૂંચે છે મને તારા વિના;
દર્દને એકાંતમાં હું આંસુઓથી ધોઉં છું.

પાનખર ચાલી જશે રંગીન દા'ડા આવશે;
એમ માનીને પછી મધરાતમાં હું સોઉં છું.

મેઘદૂતની જેમ કોઇ તારી ખબર લઇ આવેતો;
યક્ષ જેવી કલ્પનાની સાધનામાં ખોઉં છું.

© વિજય ત્રિવેદી.
તા :- ૦૩/૦૪/૨૦૨૦

No comments:

Post a Comment