Friday, 3 April 2020

ગઝલ

ચૂપ.

જો "વાહ" તારી ચૂપ! ગઝલની કદર છે ચૂપ,
તારા વગર તો શબ્દનું આખું નગર છે ચૂપ.

કોનો થયો છે સ્પર્શ આ મારી કલમને કે,
થઈ બોલકી ઘણીયે ને મારા અધર છે ચૂપ.

તું વાદ કર, વિવાદ કે સંવાદ કર જરા,
નારાજગી અસહ્ય ને મારી સબર છે ચૂપ.

મંઝિલ છે પગ તળે તો ય અટવાઈ જાઉં છું,
આવે ઘણા વળાંક અને આ ડગર છે ચૂપ.

મૌસમ પરત તું કર મને વીતેલ રાતની,
તૂટે છે અંગે અંગ ને અંતિમ પ્રહર છે ચૂપ.

પૂર્ણિમા ભટ્ટ

*ચાલ્યું ગયું છે કોણ કે આખું નગર છે ચૂપ*
તરહી પંક્તિ.. કવિ શ્રી.રમેશ પારેખ.
એમની જમીન પર લખેલી ગઝલ.

No comments:

Post a Comment