Saturday, 4 April 2020

ગઝલ

ડૉ.સત્યમબારોટ

બધા વેશનો રોજ પડદો પડે છે.
સરસ જિંદગી છે નકામો રડે છે.

વહેલો કે મોડો છે વારો બધાનો,.
તું પત્થર થઈ કેમ સૌને નડે છે.

જે ખાડા કરે છે બીજાઓને માટે,.
હમેશાં એ ખાડામાં જાતે પડે છે.

લલાટે લખાયું બધું થાય છે પણ,.
કરમ જે કરો એ સદા સાંપડે છે.

ખુદા જો મળે તો ખુદા માનું સાચો,.
નહીં તો ખુદા પણ અહીં ખાહડે છે.

ડૉ.સત્યમબારોટ

No comments:

Post a Comment