હસું છું !
હવે તો તમારા હૃદયમાં વસું છું ,
રડીને ફરીથી , ખુદી પર હસું છું.
હસીને બધાં ને ખુશીથી નચાવું ,
મળે જો સહારો નયનમાં ધસું છું.
ભલે એ કહેતો , મને બીક કોની ?
અચાનક છળીને , ફુંફાળે ડસું છું.
મિનારા ચણું ને , હવેલી ડરે છે,
અરે હું હવે તો , મિનારે રસું છું.
દુબારા દુબારા , કહો જો હમેશાં ,
ગઝલ ને ફરીથી ફરીથી કસું છું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment