હુંફાળો આપનો એ સ્પર્શ મુજને યાદ આવે છે,
ઘણા સાથે જ ગાળ્યા વર્ષ મુજને યાદ આવે છે.
'કરું છું હું ય તમને પ્રેમ' એવું તેં કહી દીધું,
થયેલો ખૂબ ત્યારે હર્ષ મુજને યાદ આવે છે.
બધાંએ આંગળી ચીંધી કર્યા બદનામ બંનેને,
ઘણો વેઠ્યો હતો સંઘર્ષ મુજને યાદ આવે છે.
ભણી બેઠા પ્રણયનો પાઠ પુસ્તક લઈ અને દિલનું,
નથી કાઢી શક્યા નિષ્કર્ષ મુજને યાદ આવે છે.
નયનની નાવમાં બેસી ને હૈયા લગ ગયેલો હું,
થયો છે ત્યારથી ઉત્કર્ષ મુજને યાદ આવે છે.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment