અંધારા સઘળાં છેટા રહેશે હવે
એક દીપક અંતરમાં પ્રગટાવું છું
રસ્તા ચોખ્ખાં દિશે રોજે રોજ
ખુદના અજવાળે આગળ ધપું છું.
પહોંચી જઇશ મંજિલે ચોક્કસ
મળતી હર ઠોકરને સલામ ભરું છું.
છું ના દીપક પણ શિક્ષિત ખરો
માટે આપી જ્ઞાન ઉજાળું છું.
માણસ બની માણસને મળું છું
સમાજે માણસાઇનો દીપક જલાવું છું.
સૂરજ નથી પણ તેનો વારસદાર છું
હા!સળગતો દીપક થઇ "નીલ "અંધારાને આમ હરાવું છું.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.
No comments:
Post a Comment