Wednesday, 13 June 2018

ગઝલ

લગા *8

ભલે ગમે કે ના ગમે છું હું બધાથી પણ  સીધો
શું કામ ચાબખા લગાવી શબ્દમાં મને વીંધો..

અજબ ગજાના આદમીના તેવરો હતા જુઓ
મેં આવકાર એટલે તો આંગણે  નહીં દીધો.

મળીને પણ મળી શકી નહીં સમયની ચાલમાં
તરસ વધી ગઈ કે યાદો નો મેં દરિયો લઈ  પીધો

મથી રહી છું કેમ એ સવાલમાં ગુંથાઇ ને
જવાબ તો મેં મૌન રાખી ક્યારનો દઈ દીધો...

અસર છે એવી કે નયન સુરાહીમાં ડૂબી ગયો,
પછી તે લથડી જાતને મેં સાંકળે પુરી લીધો....

રૂપાલી ચોક્સી

No comments:

Post a Comment