Wednesday, 13 June 2018

અછાંદસ

*મેઘ આગમન*

આ વાતાવરણે લીધો પલટો
આકાશ ગોરંભાયું
વાદળા ઉમટયા
તો કયાંક વીજળીના ઝબકારા
પ્યાસ ચાતકની લઈ
ધરતી એકટશ તાકી રહી અંબરને
મંદ મંદ પવનની લહેરખી
પ્રતિક્ષણ પ્રતિક્ષા
મનપસંદ સાથની..
આ પહેલી વર્ષા સંગ હોય જો સાથ.
પણ બધું કયાં શક્ય હોય છે..
અને ત્યાં પધારી વર્ષારાણી..
કોયલના ટહુકા
મોરલાનું ગહેકવું
મેઘના આગમનને
એ છડીદાર બન્યાં
ઝરમર ઝરમર ...
ના આજ તો ચાહત..
ધોધમાર અનરાધારની
ભીતર સુધી થાઉં તરબોળ
આજ આ મેઘ સંગ..
હર્ષ ને દુઃખ બંને વહે
આ ડાબી જમણી આંખે
છતાં આ વરસાદ
બહુ મનગમતો...
ચાલ ને મનમૂકી વરસી લઉં
હું પણ આજ ....

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૯/૦૬/૧૮

No comments:

Post a Comment