Wednesday, 13 June 2018

ગઝલ

એકાદું ઝાડ વવાય તોય ઘણું.
રડતાં કોઈને ગળે લગાવાય તોય ઘણું.

  ક્યાં મારુ સૂરજ થવાનું ગજું!
હવાથી એક દિપક બચાવાય તોય ઘણું.

  કોઈ કોઈનો ભાર તો ન ઉંચકે.
થાકેલાને પંથે, ભારો ચડાવાય તોય ઘણું.

  ફુલોનાં રસ્તા મારે નથી કરવા.
ભટકેલાંને મારગ બતાવાય તોય ઘણું.

  ઈશ્વર થવાનું રહેવા જ દે તું,
માનવી, તારાથી માનવ થવાય તોય ઘણું.

  'દેવ' મંદિરે ન જઈ શકે ભલે.
કોઈ ગરીબને ઝૂપડે જવાય તોય ઘણું.

દેવાયત ભમ્મર:-
(પ્રેરણા:- સ્નેહ રશ્મિ)

No comments:

Post a Comment