એક કોઢ વાળી છોકરી
મારી સામે ટ્રેનમાં
એક છોકરી ઉદાસ ચહેરે
આકાશ સામે જોઈ
બેઠી હતી
એવું લાગતું જાણે કોઈ
ચિત્રકારે છબી ચિતરી હોય...
નહી હાસ્ય નહી કોઈ વાત
બસ ચુપચાપ ...
જોયા કરે...
ટ્રેનમાં બેઠેલાં બધા
તેનાથી દૂર બેસતાંને
ને ધૃણાથી જોતાંં.....
મે એક વિશ્વ સુંદરી સામે
જેમ એક પુરુષ જે ભાવથી
જોવે તે જ ભાવ સાથે તેની
આંખોમા જોયું
પણ તોય પરિણામ સુન્ય..
કદાચ તે વિચારતી હસે
બે કલાક પછી તો તે
એકલી જ ને....
ભગવાને તેને
રૂપ આપ્યું ત્યારે
સફેદ કલર થોડો
ચામડીનો વધી ગયો
હશે...
'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment