Saturday, 17 September 2016

ગઝલ

'ગઝલ '

બારીમાંથી  ઉજાસ   આવે  છે,
એમ તું  આસપાસ  આવે  છે ! *

ઝંખના  જાગતી  રહે    મનમાં,
હાથમાં  ફક્ત  પ્યાસ  આવે છે!

વેદના   હોય જ્યાં   લખાયેલી,
જિંદગી  તો ક્યાં રાસ  આવે છે! 

ઈચ્છા તો નવરી જ્યાં પડે છે સૌ,
એ મને મળવા ખાસ  આવે   છે!

સહેજ  બેસું છું  નિરાંતે જ્યાં હું !
સૌ સ્મરણ સાવ પાસ આવે છે!

સાવ સૂની  હતી  એ સાંજે  જે!
યાદ  આંખો  ઉદાસ  આવે  છે !

પ્રેમ  એવો  પવિત્ર  છે  મારો !
ધૂપની  જો,  સુવાસ  આવે  છે !

જ્યારે ખોવાયલું મળે  બાળક!
શ્વાસમાં માના શ્વાસ આવે  છે!

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment