Friday, 14 July 2017

ગઝલ

Good morning gazal-1

##મૌન##

આ મૌન માં ક્યાં કોઈ ભાષા હોય છે!
પણ આંખને એવી જ આશા હોય છે.

ના પ્રેમનો પાયો ઘડાયો મૌનમાં,
શબ્દો તણાં ત્યારે ખુલાસા હોય છે.

છે બંધ આંખે પ્રેમમાં જઈને પડે,
સામે સદા એની; નિરાશા હોય છે.

આશ્ચર્ય આશા આંખની સાચી પડી,
આંખો જ આંખોમાં દિલાસા હોય છે.

વિશ્વાસની એ વાત છે બાકી અહીં,
દિલ તોડવાના હેતુ ખાસા હોય છે,

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment