ભીંજાયું તન , પણ આ મનનું કરવું શું ?
તલસે , વલખે , મેળવવા પ્રેમ , ધરવું શું ?
સૂનાં પડ્યાં છે આ ગોવાળો સઘળાં ,
કાનો , ગોપી , વસ્ત્રો ના રહ્યાં હરવું શું ?
દોડ્યા તો રાત દિવસ ખુબ ભરવા માટે ,
પણ ખિસ્સાં છે કાંણા આ , ભરવું શું ?
પત્તાં તો રાખેલાં એક્કો રાજા રાણીનાં ,
છેલ્લે હાર્યા બાજી જીંદગીની , રમવું શું ?
બી બીને જીવે છે આજે તો સૌ કેટલા ,
તો આમ પછી રોજે રોજ હવે મરવું શું ?
સાગર સંસાર તણો તરવા ઝંપલાવ્યું અંદર ,
આવીને ડૂબ્યા છેક કિનારે , હવે તરવું શું ?
માંડ્યાં છે કદમ , પાછા પડવું જ નથી ,
' જશ ' આવે મોત ભલેને , હવે ડરવું શું ?
જશુ પટેલ
૦૯-૦૭-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા
No comments:
Post a Comment