આ વરસાદ રોજ વરસ્યા કરે રે ,
તોય મન તો આમ તરસ્યા કરે રે .
જોઇ છે જ્યારથી મોહક એક સુરત ,
ગઇ છે વસી મનમાં તેની જ મુરત ,
હવે તો હરદમ એ નિરખ્યા કરે રે,
આ વરસાદ રોજ વરસ્યા કરે રે .
પલળવું છે તેને , ને થવું છે તરબતર ,
પણ નડે છે વચમાં આ દૂરીનું અંતર ,
ચાતક સમુ તે આમ તલસ્યા કરે રે,
આ વરસાદ રોજ વરસ્યા કરે રે .
મનાવું ક્યાં સુધી આ પાગલ મનને ,
બેઠું છે લઇને બસ એક જ જીદને ,
અશ્રુઓ આંખમાં નીત છલક્યા કરે રે ,
આ વરસાદ રોજ વરસ્યા કરે રે .
આ વરસાદ રોજ વરસ્યા કરે રે,
તોય મન તો આમ તરસ્યા કરે રે .
જશુ પટેલ
૧૧-૦૨-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment