Sunday, 26 March 2017

અછાંદસ

ચાલી શકાયુંના એક ડગલું પણ મહામહેનતે
ને માટેજ નવા રસ્તા બનાવ્યાં છે ચાલવાને.
સફળતાની બાંહેધરી થોડી હોય
ને છતાં એકાદ ચાવી તો હોય છે તાળાને ખોલવાને .
બોલ્યું સઘળું કદાચ થઇ ના શકે
પણ વચન માણસે એકાદ હોય ખરું નિભાવવાને .
હર બાર શકુની ફાવે નહિ
બની શકે પાસા ના સીધા પડે ચોપાટે હરાવવાને.
નીતિનો પ્રશ્ન યુગે યુગે રહ્યો છે
કર્મો ચોક્કસ બને પગથિયું ચડવાને.
પિતામહ આમ તો હર યુગે મળે
બાણ શૈયાએ વીંધાઈ પોઢવાને.
મહાભારત રોજે રોજ ભજવાય મને
કાશ! "નીલ" મેળવવા સમાધાન....
ફરી એકવાર કૃષ્ણની વાંસળીના બેચાર સુર મળે સાંભળવાને.
      રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment